બ્રેક્ઝિટ પછી ઈયુમાં વેકેશન મોંઘુ પડશે

Saturday 22nd July 2017 06:13 EDT
 

લંડનઃ બ્રેક્ઝિટ પછી પરિવારોને યુરોપમાં રજાઓ ગાળવાનું મોંઘુ પડશે. હેલ્થકેર બિલ્સ અને ટ્રાવેલ ઈન્સ્યુરન્સમાં નાટ્યાત્મક વધારાની અસરરુપે આમ થશે. ઈયુ મંત્રણાકારોએ ભારપૂર્વક જણાવ્યું છે કે યુકેને યુરોપિયન હેલ્થ ઈન્સ્યુરન્સ કાર્ડ (EHIC) યોજનાના સભ્યપદે રહેવા નહિ દેવાય.

યુકેના પર્યટકો પાસે EHIC હોય તો તેઓ મફત હેલ્થકેર મેળવી શકે છે અથવા યુરોપની મુલાકાત દરમિયાન સારવારનો ખર્ચ પાછો મેળવવા ક્લેઈમ કરી શકે છે. બ્રિટન આ યોજના માટે વાર્ષિક ૧૫૫ મિલિયન પાઉન્ડ ચુકવે છે. અને જો આ સભ્યપદ રદ કરાશે તો બ્રિટિશ પર્યટકો ઈયુમાં બીમાર પડે તો સારવારનો જંગી ખર્ચ ભોગવવો પડશે. આના પરિણામે, ટ્રાવેલ ઈન્સ્યુરન્સનો ખર્ચ વધશે તેવી ચેતવણી પણ નિષ્ણાતોએ આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter