બ્રેક્ઝિટ પછી યુકે પ્રવાસીઓ માટે ઈયુ દેશોમાં રોમિંગ ચાર્જીસ લાગુ

Wednesday 08th February 2017 06:06 EST
 
 

લંડનઃ યુકેના નાગરિકો બ્રેક્ઝિટ પછી ઈયુ દેશોમાં પ્રવાસ કરશે ત્યારે તેમણે મોબાઈલ ફોન ઓપરેટર્સના રોમિંગ ચાર્જીસ ચુકવવા પડશે તેમ યુરોપિયન પાર્લામેન્ટ કમિટી ઓન ઈન્ડસ્ટ્રી, રીસર્ચ એન્ડ એનર્જીના દસ્તાવેજમાં જણાવાયું છે. લીક થયેલા દસ્તાવેજો અનુસાર ઈયુ દેશોમાં રોમિંગ ચાર્જીસ પર પ્રતિબંધનો કાયદો જૂન મહિનાથી અમલી બની રહ્યો છે પરંતુ, તે યુકેના પ્રવાસીઓને લાગુ પડશે નહિ.

ઈયુ દેશોમાં રોમિંગ ચાર્જીસ પર પ્રતિબંધ હોવાં છતાં બ્રિટિશ હોલિડેમેકર્સ અને બિઝનેસ પ્રવાસીઓએ ૨૦૧૯ પછી ઈયુમાં તેમના મોબાઈલ ફોનના ઉપયોગ માટે ભારે બિલ્સ ચુકવવા પડશે સિવાય કે બ્રિટિશ સરકાર ઈયુ સાથે કોઈ લાભકારી સમજૂતી કરે.

ગત સપ્તાહે યુરોપિયન કમિશન દ્વારા જાહેર કરાયું હતું કે આ વર્ષના જૂન મહિનાથી ગ્રાહકો ઈયુમાં પ્રવાસ કરતી વેળાએ તેમના દેશમાં ચુકવતા હોય તે જ કિંમતે ફોન, ટેક્સ્ટ મેસેજીસ અથવા મોબાઈલ પર નેટસર્ફિંગ કરી શકશે. ઘણા વર્ષોથી આ કાયદો ઘડાઈ રહ્યો હતો અને તેનાથી પ્રવાસખર્ચમાં ભારે ઘટાડો થશે. જોકે, યુકે માટે ઈયુમાંથી બહાર જવાનું નિશ્ચિત હોવાથી બ્રેક્ઝિટ પછી બ્રિટિશરોને આ લાભ મળશે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter