બ્રેક્ઝિટ રેફરન્ડમ પછી લંડન આવતી ઈયુ નર્સ ૪૨ ટકા ઘટી

Monday 31st December 2018 00:42 EST
 
 

લંડનઃ બ્રેક્ઝિટ રેફરન્ડમ પછી NHSમાં કામ કરવા લંડન આવનારી ઈયુ નર્સીસની સંખ્યામાં ૪૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગના અભ્યાસ મુજબ ૨૦૧૫-૧૬માં લંડન આવનારી ઈયુ નર્સીસની સંખ્યા ૧૬૨૨ હતી, જે ૨૦૧૭-૧૮માં ઘટીને ૯૩૯ થઈ હતી. આ જ સમયગાળામાં લંડન છોડી જનારી ઈયુ નર્સીસની સંખ્યા ૧,૧૩૦થી વધીને ૧,૩૦૧ (૧૫ ટકા) થઈ હતી. ગત બે વર્ષમાં પ્રથમ વખત જ લંડનમાં આવવા કરતાં જનાર નર્સીસની સંખ્યા વધી છે.

આ આંકડા ડોક્ટર્સ, નર્સીસ અને થેરાપિસ્ટ્સની તીવ્ર અછત અનુભવતી લંડન NHS સામે બ્રેક્ઝિટ મુદ્દે સમસ્યા દર્શાવે છે. રાજધાનીમાં કુલ ૫૫,૬૪૦ નર્સમાંથી ૭,૩૬૪ ઈયુમાંથી આવે છે. લંડનમાં ૧૪ ટકાથી વધુ (૯,૬૪૯) નર્સિંગ પોસ્ટ ખાલી છે. લંડનમાં UCLH, બાર્ટ્સ હેલ્થ, ગાઈઝ એન્ડ સેન્ટ થોમસ, ઈમ્પિરિયલ કોલેજ હેલ્થકેર સહિત લગભગ દરેક NHSટ્રસ્ટ દ્વારા ૬૫ પાઉન્ડનો અરજીખર્ચ પરત આપવા ઓફર કરાઈ છે.

રેફરન્ડમના બે વર્ષ પછી જ સરકાર દ્વારા ‘સેટલ્ડ સ્ટેટસ’ સ્કીમની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. ‘સેટલ્ડ સ્ટેટસ’ ઈયુ નાગરિકોને યુકેમાં રહેવાના અમર્યાદિત અધિકારો અને સતત પાંચ વર્ષના રહેવાસ પછી બ્રિટિશ બ્રિટિશ પાસપોર્ટનો અધિકાર પણ આપશે. જેઓ આ માટે અરજી નહિ કરે તેમને કદાચ ડિસેમ્બર ૨૦૨૦ સુધી દેશ છોડવો પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter