લંડનઃ બ્રિટિશ અશ્વેત લેખિકા મેલોરી બ્લેકમેને જણાવ્યું હતું કે અગાઉના ૩૦ વર્ષની સરખામણીમાં બ્રેક્ઝિટ માટે થયેલા વોટિંગ બાદ તેમણે વધુ રંગભેદી ટીકા સાંભળી હતી. તેમણે ઉમેર્યું કે હવે જે પણ બોલવું હોય તે બોલી શકાય એવું લોકોને લાગે છે.
‘નોટ્સ એન્ડ ક્રોસિસ’ નવલકથાના લેખિકા બ્લેકમેને કહ્યું કે હવે એટલી હદ સુધી વર્તન બગડી ગયું છે કે કેટલીક વખત તો તેઓ ‘૭૦ના દાયકામાં પહોંચી ગયા હોય તેવું તેમને લાગે છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ શોપિંગ કરવા ગયા હોય ત્યારે તેમને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવે છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ રાજકવિ મેલોરી બ્લેકમેન મોટાભાગે બાળકો માટે સાહિત્ય સર્જન કરે છે અને ટેલિવિઝન ડ્રામા લખે છે.


