બ્રેક્ઝિટની અરાજકતા છતાં વિદેશી રોકાણ માટે યુકે વિશ્વમાં ટોચનાં સ્થાને

Wednesday 24th April 2019 02:28 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટની અરાજકતા છતાં વિદેશી બિઝનેસીસ અને રોકાણકારો માટે ખુલ્લું વાતાવરણ હોવાથી વિદેશી રોકાણ માટે યુકે વિશ્વમાં ટોચનાં સ્થાને આવી ગયું છે. રેફરન્ડમ પછી પાઉન્ડના મૂલ્યમાં ઘટાડો થવાથી યુકેમાં મિલકતો વધુ સસ્તી થઈ છે. EYના સર્વેના ૧૦ વર્ષના ઈતિહાસમાં બ્રિટન પ્રથમ વખત આ સ્થાને પહોંચ્યું છે. સતત પાંચ વર્ષથી પ્રથમ સ્થાન ધરાવતા યુએસને તેણે બીજાં સ્થાને ધકેલ્યું છે.

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા ૨૦૧૬ના જનમત પછી પાઉન્ડની કિંમત ઘટવા સાથે બ્રિટિશ મિલકતો પણ સસ્તી થઈ હતી. જોકે, Eyના ગ્લોબલ વાઈસ ચેર સ્ટીવ ક્રાઉસકોસે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ અરાજકતા મધ્યે પણ બ્રિટન વિદેશી રોકાણકારો માટે ખુલ્લું વાતાવરણ બની રહ્યું છે. આ સાથે, ઈંગ્લિશ ભાષા, સ્કિલ્ડ વર્કફોર્સ અને પાયારુપ મજબૂત ટેકનોલોજીથી આ સંસ્કૃતિને બળ મળ્યું છે.

બ્રિટિશ અર્થતંત્રના ભાવિ વિશે અનિશ્ચિતતા હોવાં સાથે ઓક્ટોબર ૨૦૧૬ના સર્વેમાં યુકે સાતમા ક્રમે ધકેલાયું હતું. ગયા વર્ષે બ્રિટનમાં નોંધપાત્ર રોકાણો થયાં હતાં જેમાં કોમકાસ્ટ દ્વારા ૩૦ બિલિયન પાઉન્ડમાં સેટેલાઈટ બ્રોડકાસ્ટર સ્કાયની ખરીદી, આશરે ચાર બિલિયન પાઉન્ડમાં કોકા-કોલા દ્વારા કોસ્ટા કોફીને હસ્તગત કરાયા સહિતનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૯ દરમિયાન EYના સર્વેમાં ૪૭ દેશના સીનિયર એક્ઝિક્યુટિવ્સને આવરી લેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter