બ્રેડફર્ડઃ ગાર્ડન વેસ્ટ કલેક્શન કામગીરી અંગે મહત્ત્વનો નિર્ણય

Friday 27th March 2020 03:17 EDT
 
 

લંડનઃ કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ની મહામારીને સર્જાયેલી સ્થિતિમાં બ્રેડફર્ડ કાઉન્સિલ દ્વારા નાગરીક સેવાઓ તથા કર્મચારીઓની સલામતીને લગતા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે. વર્તમાન સમયે કર્મચારીઓની ઓછી સંખ્યાને ધ્યાને રાખીને કાઉન્સીલ દ્વારા આઠ હાઉસહોલ્ડ વેસ્ટ રીસાયકલીંગ સેન્ટર અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કામગારીમાં જોડાયેલા કર્મચારીઓને પ્રાથમિકતાવાળા સ્થળોએ જવાબદારી સોંપાઈ છે.

કાઉન્સીલ દ્વારા બલ્ક વેસ્ટ કલેક્શનની કામગીરી પણ ૨૭ માર્ચ સુધી ચાલી રાખીને બંધ કરવામાં આવી છે.

કાઉન્સીલ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે કે ઘરની બહારના ડબ્બામાં જે પ્રમાણે કચરો નાખવામાં આવે છે તે કચરો ઉપાડવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. જેથી નાગરિકોને રીસાઇકલીંગ તથા ઘરનો કચરો ડબ્બામાં નાખવા જણાવ્યું છે.

જે નાગરિકોએ ગાર્ડન વેસ્ટ સર્વિસ માટે નોંધણી કરાવી હોય તેમણે પોતાના ગાર્ડન વેસ્ટ બીન રાબેતા મુજબ બહાર મુકી રાખવા જણાવાયું છે. કાઉન્સીલ દ્વારા તેને યોગ્ય સમયે એકત્ર કરી લેવાશે તેમ પણ જણાવાયું છે.

બ્રેડફર્ડનાં એક્ઝિક્યુટીવ મેમ્બર ફોર હેલ્થ પીપલ એન્ડ પ્લેસીસ સારાહ ફેરીબીએ જણાવ્યું હતું કે હાલ અમારી પ્રાથમિકતા આવશ્યક સેવાઓ તરફ છે. અમે શક્ય એટલા સ્ટાફમાં સારી કામગારી કરવા પ્રયાસ કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter