બ્રેડફોર્ડના કાઉન્સિલર ઇબરાર અલી પર છરી વડે હુમલો, શંકાસ્પદની ધરપકડ

Tuesday 24th November 2026 09:08 EST
 
 

લંડનઃ વેસ્ટ યોર્કશાયરના બ્રેડફોર્ડમાં મેન્સ સ્ટ્રીટ ખાતે અપક્ષ કાઉન્સિલર ઇબરાર અલી પર ગુરુવારે સવારે 11 કલાકે છરી વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં અલી ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. વેસ્ટ યોર્કશાયર પોલીસે ઘટના બાદ એક શંકાસ્પદની ધરપકડ કરી હતી. સ્થાનિક લિબ ડેમ કાઉન્સિલર રિયાઝ અહેમદે આ ઘટના બાદ ચિંતા વ્યક્ત કરી હતી.

આ ઘટના બાદ પ્રતિક્રિયા આપતા બ્રેડફોર્ડ મૂર વોર્ડના કાઉન્સિલર રિયાઝ અહેમદે જણાવ્યું હતું કે, મારી સંવેદના કાઉન્સિલર ઇબરાર સાથે છે, અને હું તેમના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. એક ચૂંટાયેલા કાઉન્સિલર તરીકે મને આ પ્રકારની ઘટનાઓ અત્યંત ચિંતાજનક લાગે છે. કોઈ પણ કાઉન્સિલર, ચૂંટાયેલા પ્રતિનિધિ કે આપણા સમુદાયના સભ્યએ જનતાની સેવા કરતી વખતે પોતાની વ્યક્તિગત સુરક્ષા માટે ડરવું ન જોઈએ. હું આશા રાખું છું કે આ પરિસ્થિતિનો શાંતિપૂર્ણ ઉકેલ આવે અને સામેલ દરેક વ્યક્તિને જરૂરી મદદ મળી રહે. આપણા સમાજમાં કે સ્થાનિક લોકશાહીમાં હિંસા અને ધાકધમકીને કોઈ સ્થાન નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter