લંડનઃ બ્રેડફોર્ડના સિટી સેન્ટરમાં પોતાના બાળક સાથે ખરીદી કરી રહેલી 27 વર્ષીય કુલસુમા અખ્તર પર જીવલેણ હુમલો કરી હત્યાના આરોપી હબીબુર માસુમને શોધી કાઢવા પોલીસ દેશભરમાં અભિયાન ચલાવી રહી હતી. કુલસુમાની હત્યાનો શંકાસ્પદ હબીબુર અગાઉ પણ કુલસુમાને જાનથી મારી નાખવા અને ધમકી આપવાના આરોપસર ઝડપાયો હતો અને જામીન પર મુક્ત થયો હતો. પોલીસે મંગળવારે નાસતા ફરતા હબીબુરને ઓલ્ડહામ ખાતેથી ઝડપી લીધો હતો.


