બ્રેડફોર્ડમાં સોમૈયા બેગમની હત્યાના આરોપસર કાકા મોહમ્મદ તારૂસખઆનની ધરપકડ

કોર્ટે ખાનને 19 સપ્ટેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર સોંપ્યો, વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં યોજાશે

Wednesday 27th July 2022 06:28 EDT
 
 

લંડન

વેસ્ટ યોર્કશાયરના બ્રેડફોર્ડમાં લાપતા બનેલી 20 વર્ષીય એશિયન યુવતી સોમૈયા બેગમનો મૃતદેહ એક સપ્તાહના સર્ચ ઓપરેશન બાદ 6 જુલાઇએ પોલીસને મળી આવ્યો હતો. પોલીસે હવે સોમૈયા બેગમના બાવન વર્ષીય કાકા પર હત્યાનો આરોપ મૂકી કોર્ટમાં રજૂ કર્યા હતા. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટ ખાતે હાથ ધરાયેલી ટૂંકી સુનાવણીમાં મોહમ્મદ  તારૂસ ખાન એક શબ્દ પણ બોલ્યો નહોતો કે કોઇ પ્રકારની અરજી રજૂ કરી નહોતી. હવે આ મામલામાં કેસની સુનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરાશે. ખાનને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. સિટીના રેકોર્ડર જ રિચર્ડ માન્સેલે જણાવ્યું હતું કે, હવે આ મામલામાં સુનાવણી 20 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે ત્યાં સુધી હું ખાનને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી આપું છું. 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણીની તૈયારી કરાશે અને ત્યાં સુધી ખાન કસ્ટડીમાં રહેશે. સોમૈયા બેગમને છએલ્લે 25 જૂનના રોજ બિન્ની સ્ટીટ ખાતેના તેના ઘરમાં જોવાઇ હતી. તેના બીજા દિવસથી તે લાપતા બની હતી. વેસ્ટ યોર્કશાયરની પોલીસને એક સપ્તાહની સઘન તપાસ બાદ એક માઇલ દૂર આવેલી ફિટ્ઝવિલિયમ સ્ટ્રીટ ખાતેથી સોમૈયાનો મૃતદેહ મળી આવ્યો હતો. પાડોશીઓના જણાવ્યા અનુસાર સોમૈયા બેગમ ઘણા શાંત સ્વભાવની અને અંતરમુખી યુવતી હતી. અમે તેને ક્યારેય સ્મિત આપતી જોઇ નહોતી. આ કેસમાં અન્ય બે પુરુષ અને એક મહિલાની ધરપકડ કરાઇ હતી પરંતુ ગયા સપ્તાહમાં તેમને જામીન પર મુક્ત કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter