બ્રેન્ટ કાઉન્સિલના પેલેસ્ટાઈનના શહેર સાથે કરારથી યહૂદી સમુદાયમાં ભારે રોષ

Tuesday 07th April 2026 11:32 EDT
 

લંડન: લંડનની બ્રેન્ટ કાઉન્સિલ એક પેલેસ્ટિનિયન શહેર સાથે ટ્વિનિંગ એગ્રીમેન્ટ કરવા બદલ વિવાદોના ઘેરામાં આવી છે. કાઉન્સિલ પર યહૂદી સમુદાયને હાંસિયામાં ધકેલવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કારણ કે જે શહેર સાથે આ કરાર થયા છે તેના અધિકારીઓ પર આતંકવાદીઓની પ્રશંસા કરવાના ગંભીર આક્ષેપો છે.

નેબલ્સ શહેર અને બ્રેન્ટ કાઉન્સિલ વચ્ચેની આ ભાગીદારી પર ગત 10 જાન્યુઆરીએ વેમ્બલી ખાતે એક લો-પ્રોફાઇલ સમારોહમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

બ્રિટિશ યહૂદી સમુદાયના પ્રતિનિધિઓએ આ કરાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમનું માનવું છે કે આવી ભાગીદારી આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપનારાઓને માન્યતા આપે છે અને સ્થાનિક યહૂદી નાગરિકોની સુરક્ષા તેમજ લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

કાઉન્સિલનો આ નિર્ણય હવે બ્રિટનના સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે, જેમાં નૈતિકતા અને રાજકીય સમર્થન વચ્ચેની રેખા પર સવાલો ઉઠી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter