બ્રેન્ટની ઇમારતમાં આગઃ માતા સહિત 3 સંતાનના મોત

Tuesday 27th May 2025 15:32 EDT
 
 

લંડનઃ બ્રેન્ટની ઇમારતમાં લાગેલી આગમાં 43 વર્ષીય નુસરત ઉસ્માન અને તેમના 3 સંતાન મરિયમ મિકાઇલ (15), મુસા ઉસ્માન (8) અને રઇસ ઉસ્માન (4)ના મોત થયાં હતાં જ્યારે 70 વર્ષીય એક મહિલા અને 13 વર્ષીય કિશોરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયાં છે. આગની ઘટનાના સંદર્ભમાં પોલીસે 41 વર્ષીય પુરુષની અટકાયત કરી છે.

શનિવારે મધરાત બાદ સ્ટોનબ્રિજના ટિલેટ્ટ ક્લોઝ ખાતે ફાયર બ્રિગેડને મદદ કરવા મેટ્રોપોલિટન પોલીસને બોલાવવામાં આવી હતી. આગ બૂઝાવવાની કામગીરીમાં 8 ફાયર એન્જિન અને 70 ફાયક ફાઇટર્સ જોડાયાં હતાં. ડેવ નામના એક પાડોશીએ આગમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter