બ્રેન્ટમાં 3 બેડરૂમના મકાનને 6 ફ્લેટમાં તબદિલ કરવા માટે દંપતીને 7 લાખ પાઉન્ડનો દંડ

ઇંદરજિત અને જસવિંદર નાણા પરત નહીં કરે તો 12 મહિનાની જેલ ભોગવવી પડશે

Tuesday 13th January 2026 10:23 EST
 

લંડનઃ બ્રેન્ટ કાઉન્સિલમાં 3 બેડરૂમના મકાનને કોઇપણ પ્લાનિંગ પરમિશન વિના 6 ફ્લેટમાં તબદિલ કરી દેનાર ઇદરજિત અને જસવિંદર ચોકરને લગભગ 7 લાખ પાઉન્ડનો દંડ ફટકારાયો છે. બંને આ ફ્લેટ ભાડે આપી નાણા કમાઇ રહ્યાં હતાં.

અદાલતમાં જણાવવામાં આવ્યું હતું કે, મકાનને ફ્લેટમાં તબદિલ કરવામાં ઘોર બેદરકારી રાખવામાં આવી હતી અને તેમાં કોઇ જ સુવિધાઓ નહોતી. કાઉન્સિલે આ દંપતીને ફ્લેટ ભાડે નહીં આપવા સંખ્યાબંધ આદેશ આપ્યા હતા પરંતુ તેમણે તેની અવગણના કરીને નાણા કમાવાનું જારી રાખ્યું હતું. બંનેને પ્લાનિંગ એન્ફોર્સમેન્ટ નોટિસના ઉલ્લંઘન માટે દોષી ઠેરવાયાં હતાં.

અદાલતે દંપતીને આ ગેરકાયદેસર કૃત્ય દ્વારા કમાયેલા 6,79,142 પાઉન્ડ પરત ચૂકવવા આદેશ આપ્યો છે જેમાં 25,000 પાઉન્ડના દંડનો પણ સમાવેશ થાય છે. જો તેઓ આ નાણા પરત નહીં કરે તો તેમને 12 મહિના કેદની સજા ભોગવવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter