લંડનઃ બ્રોડકાસ્ટર, કોમેડિયન અને સેલિબ્રિટી શેફ હરદીપસિંહ કોહલી પર બળાત્કારનો આરોપ ઘડવામાં આવ્યો છે. 56 વર્ષીય કોહલી પર ઘરેલુ હિંસાના પણ આરોપ છે. ગ્લાસગો શેરિફ કોર્ટમાં પ્રાઇવેટ સુનાવણી દરમિયાન મૂકાયેલા બે આરોપ સામે કોહલીએ કોઇ અપીલ કરી નથી.
કોહલીએ તપાસમાં સહકારની ખાતરી આપતાં શેરિફ દ્વારા તેમને જામીન પર મુક્ત કરાયા હતા. જોકે આગળની સુનાવણીની તારીખ જાહેર કરાઇ નહોતી.
ગ્લાસગોમાં કેલ્વિનસાઇડ ખાતે રહેતા કોહલી ધ વન શૉ, સેલિબ્રિટી બિગ બ્રધર અને સેલિબ્રિટી માસ્ટર શેફ સહિતના ટીવી શૉમાં ભાગ લઇ ચૂક્યા છે. તેમણે એડિનબરો ફ્રિન્જ ફેસ્ટિવલમાં ઘણા વન મેન શૉ પણ રજૂ કર્યાં છે. તેમણે બીબીસી સાથે પણ કામ કર્યું છે.

