ઈંગ્લેન્ડના પશ્ચિમી યોર્કશાયરમાં સ્થિત બ્રાડફોલ્ડની મારિયા ક્યુરી હોસ્પિટલમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનથી પીડાતા દર્દીઓને રાહત અને આનંદ આપતી ‘કેરટ’ નામની અંધ બિલાડીને વાર્ષિક બ્લુ ક્રોસ મેડલ માટે પસંદ કરાઇ છે. મનુષ્યને બચાવવાથી લઈને વિવિધ ક્ષેત્રોમાં માનવપયોગી કામ કરનાર પાલતુ પ્રાણીઓને ઈંગ્લેન્ડમાં દર વર્ષે બ્લુ ક્રોસ મેડલથી સન્માનિત કરાય છે. આ મેડલ આપવાની શરૂઆત ઈ.સ. ૧૯૧૭માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે કરવામાં આવી હતી. થેરાપી કેટ તરીકે કાર્યરત કેરટે કુદરતી ઉણપના કારણે બંને આંખો કારણે ગુમાવવી પડી છે. ઈંગ્લેન્ડમાં આ વખતે બ્લુ ક્રોસ મેડલની રેસમાં ૧૪૩ અન્ય પ્રાણીઓ પણ સામેલ હતા. જોકે, અંધ કેરટે જે પ્રકારે દર્દીઓને રાહત આપી છે, તે જોતા તેને આ મેડલ માટે પસંદ કરવામાં આવી હતી.