ભયજનક ડ્રાઇવિંગ માટે સુકવિન્દરને ફરી જેલભેગો કરાયો

Tuesday 27th February 2024 11:14 EST
 

લંડનઃ 2014માં એક બસ સ્ટેન્ડ ખાતે પૂરઝડપે પોતાની કાર ટકરાવીને એક વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતારનાર સુકવિન્દર માન્નનને ફરી એકવાર પૂરઝડપે કાર ચલાવવાના આરોપસર જેલ ભેગો કરાયો છે. ડિસેમ્બર 2015માં માન્નનને ભયજનક ડ્રાઇવિંગના કારણે 21 વર્ષીય રેબેકા મેકમાનસનું મોત નિપજાવવા આઠ વર્ષની કેદની સજા કરાઇ હતી. હાલ માન્નન 42 વર્ષનો છે અને તેના પર 10 વર્ષ સુધી ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ હોવા થતાં તે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા ઝડપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter