ભયજનક વાહનો વેચતા બર્મિંગહામના ડીલરને 4 વર્ષની કેદ

Tuesday 21st January 2025 09:55 EST
 
 

લંડનઃ ખામીયુક્ત અને ભયજનક વાહનો વેચીને જનતા સાથે છેતરપિંડી કરનાર સજાદ હમિદને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા 4 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. તેની સાથે આ છેતરપિંડીના કાવતરામાં પત્ની આઇસાહ રશિદ પણ સામેલ હતી પરંતુ તેને તેના બાળકોને અસર ન થાય તે માટે બે વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારવામાં આવી છે. બંને દ્વારા વેચાયેલા ભયજનક વાહનોના કારણે કેટલાંકના મોત પણ થયાં હતાં. આ પહેલાં સજાદ હમિદના પુત્ર મોહમ્મદ સજાદને પણ વર્ષ 2023માં આજ અપરાધ માટે 3 વર્ષ કેદ ફટકારવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter