ભરૂચઃ લેન્કેશાયર ડિસ્ટ્રિક્ટના બોલ્ટનમાં રહેતા ભરૂચ તાલુકાના ઉમરાજ ગામના વતની ઇસ્માઇલ ભડના ૧૯ વર્ષીય પુત્ર હસીબ હમિદે ઇંગ્લેડની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. આગામી ઓક્ટોબરમાં ઇંગ્લેન્ડ બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચમાં તે ઇંગ્લેન્ડ તરફથી મેદાનમાં ઉતરશે. લેન્કેશાયર કાઉન્સિલ ક્રિકેટ ક્લબના ઓપનિંગ બેટસમેન તરીકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઝંપલાવનાર હસીબ હમિદનો જન્મ બોલ્ટન ગ્રહર માન્ચેસ્ટર ખાતે ૧૭ જાન્યુઆરી, ૧૯૯૭ના રોજ થયો હતો. હસીબ હમિદે પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ લેન્કેશાયર ગ્લેમાર્ગન ૨૦૧૫મા રમી હતી.


