ભાગેડુ લલિત મોદી સાલ્વેની લગ્ન પાર્ટીમાં હાજર રહેતા વિવાદ

Tuesday 12th September 2023 12:19 EDT
 
 

લંડનઃ ભારતના પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વેએ લંડનમાં લગ્ન કર્યા હતા, લગ્નને લઇને સાલ્વેએ લંડનમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ભારતના ભાગેડુ લલીત મોદીની હાજરીએ ચર્ચા જગાવી છે. લલીત મોદી ખુલ્લેઆમ પાર્ટી કરી રહ્યા હોવાથી વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરી હતી.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ વન નેશન વન ઇલેક્શન માટે કમિટીની રચના કરી છે, આ કમિટીમાં હરીશ સાલ્વેનો પણ સમાવેશ કરાયો છે. દેશના સૌથી વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓમાં સામેલ હરીશ સાલ્વેના લગ્નની પાર્ટીમાં ભાગેડુ લલીત મોદી શું કરી રહ્યા છે તેને લઇને વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા. લલીત મોદી વર્ષ 2010માં ભારત છોડીને લંડન રહેવા જતા રહ્યા હતા. લલીત મોદી આઇપીએલના પૂર્વ ચેરમેન પણ છે. તેમના પર ભારતમાં મની લોન્ડરિંગ અને ટેક્સ  ચોરીના આરોપો છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે સરકારી ભાજપ વકીલ ત્રીજી વખત લગ્ન કરી રહ્યા છે તેનાથી મારે કઇ લેવાદેવા નથી, જોકે સૌથી આશ્ચર્યજનક એ છે કે મોદી સરકારના પ્રિય વકીલના લગ્ન પ્રસંગમાં ભાગેડુ લલીત મોદી પાર્ટી કરીને આનંદ માણી રહ્યા છે. કોણ લલીત મોદીને મદદ કરી રહ્યું છે? કોણ તેને રક્ષણ આપી રહ્યું છે? કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter