લંડનઃ નાદાર થયેલી બ્રિટિશ ઓઇલ રિફાઇનરીનો ભાગેડૂ બોસ વિન્સ્ટન સંજીવકુમાર સુસાઇપિલ્લાઇ હજુ બ્રિટનમાં પાંચ મિલિયન પાઉન્ડના મેન્શનની માલિકી ધરાવે છે. કંપની બંધ થતાં સેંકડો કર્મચારીઓની નોકરી પર જોખમ તોળાઇ રહ્યું છે. 1.5 બિલિયન પાઉન્ડનું દેવું કરીને વિન્સ્ટન દેશ છોડીને નાસી ગયો હોવાનું મનાય છે. તેના કારણે રિફાઇનરીના 420 કર્મચારીની નોકરી જોખમમાં છે. જૂન 2025માં નાદારી નોંધાવ્યા બાદ હાલ આ કંપની લવાદને સોંપાઇ છે.


