ભાડુઆતોને સરળતાથી મકાન ખાલી કરાવવા નિયમોમાં બદલાવ કરાશે

મકાનમાલિકોની રજૂઆત બાદ સરકાર કાયદામાં સુધારો કરશે

Wednesday 31st August 2022 05:52 EDT
 

લંડન

ભાડાની ચૂકવણી કરવામાં ઠાગાઠૈયા કરતા ભાડુઆતોને સરળતાથી ઘર ખાલી કરાવી શકાય તે માટેની કાયદાકીય જોગવાઇઓ કરવા સરકાર તૈયારી કરી રહી છે. સરકાર આ માટે કાયદામાં સુધારો કરવા માગે છે. દેશમાં ફુગાવાનો દર રેકોર્ડ સપાટી પર પહોંચી રહ્યો છે ત્યારે ભાડા ચૂકવવામાં નિષ્ફળ જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે તેવા સમયમાં જ સરકાર રેન્ટર્સ રિફોર્મ બિલ લાવી રહી છે. હાલના કાયદા પ્રમાણે ભાડુઆત કોર્ટમાં સુનાવણી સમયે બે મહિનાનું ભાડુ ચૂકવવામાં નિષ્ફળ ગયો હોય તો જ કોર્ટ મકાન ખાલી કરાવવા માટે મકાન માલિકને પરવાનગી આપે છે. જેના કારણે ભાડુઆતને બાકી ભાડુ ચૂકવવાનો સમય મળી રહે છે. પરંતુ સરકાર કહે છે કે આ નિયમ મકાન માલિકો પર અન્યાયી આર્થિક બોજો નાખે છે તેથી નિયમોમાં બદલાવ કરીને આકરા બનાવવાની જરૂર છે. નવા નિયમ પ્રમાણે જો કોઇ ભાડુઆત 3 વર્ષના સમયગાળામાં 3 વાર ભાડુ ચૂકતવવામાં નિષ્ફળ જશે તો કોર્ટ મકાન માલિકને મકાન ખાલી કરાવવાની પરવાનગી આપી શકશે. સરકાર કહે છે કે મકાન માલિકો દ્વારા કરાયેલી રજૂઆતો બાદ સરકારે કાયદામાં સુધારો કરવાની યોજના બનાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter