લંડનઃ સરકારે ભાડૂઆતો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે જેના દ્વારા ભાડૂઆતો તેમના અધિકારોથી માહિતગાર થઇ શકશે. મકાન માલિકો દ્વારા ભાડૂઆતો સાથે થતા અન્યાયી વ્યવહાર, છૂપા ચાર્જિસ અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવા સામે રક્ષણ આપવા નવા નિયમો જાહેર કરાયાં છે.
ભાડૂઆતના મૂળભૂત અધિકાર
- મકાન માલિકે પ્રોપર્ટીને મરામત સાથે સારી સ્થિતિમાં અને આરોગ્યપ્રદ રાખવી પડશે
- મકાન માલિકે પ્રોપર્ટીની મુલાકાતે આવતાં પહેલાં 24 કલાક અગાઉથી ભાડૂઆતને જાણ કરવી પડશે
- મકાન માલિક ભાડૂઆતને યોગ્ય કાયદાકીય પ્રક્રિયા, પુરતી નોટિસ આપીને જ મકાન ખાલી કરાવી શકશે
- ભાડૂઆત શોર્ટહોલ્ટ ટેનેન્સી પર હશે તો સરકારી સ્કીમમાં ડિપોઝિટ રાખવી પડશે
- ભાડાની રકમ સ્થાનિક માર્કેટ પ્રમાણે વ્યાજબી હોવી જોઇએ, ભાડામાં અન્યાયી વધારાને પડકારી શકાશે
- પ્રોપર્ટી કોની માલિકીની છે તે અંગે 21 દિવસમાં જાણ કરવી પડશે, ન કરનારને દંડ થઇ શકે છે
મરામત અને સુરક્ષા
- મકાન માલિકે સ્ટ્રક્ચર, પ્લમ્બિંગ, હીટિંગ અને ઇલેક્ટ્રિકની મરામત કરાવવી પડશે
- ગેસ એપ્લાયન્સિઝની સુરક્ષા ચકાસણી ગેસ સેફ એન્જિનિયર દ્વારા કરાવી મેન્ટેનન્સ કરાવવું પડશે
- ઇલેક્ટ્રિકલ સિસ્ટમો અને એપ્લાયન્સની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે
- દરેક ફ્લોર પર ફાયર સ્મોક એલાર્મ અને કાર્બન મોનોક્સાઇડ ડિટેક્ટર ફરજિયાત લગાવવા પડશે
- આગની સ્થિતિમાં સેફ એસ્કેપ રૂટ્સ ઉપલબ્ધ કરાવવા પડશે
- મકાન માલિક મરામત ન કરાવે તો ભાડૂઆત લોકલ કાઉન્સિલનો સંપર્ક કરી શકશે
ભાડામાં વધારો અને એરિયર્સ
- રોલિંગ ટેનેન્સીમાં ભાડૂઆત સહમત થયો હોય તો જ વર્ષમાં એકવાર ભાડામાં વધારો કરી શકાશે
- ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટમાં એગ્રિમેન્ટ થયું હોય તો જ ટર્મ પુરી થયા બાદ ભાડામાં વધારો કરી શકાશે
- મકાન માલિકે આ માટે એક મહિના પહેલાં નોટિસ આપવી પડશે, જો ભાડૂઆત વાર્ષિક ચૂકવણી કરતો હોય તો 6 મહિના પહેલાં નોટિસ આપવી પડશે
- ભાડૂ ન ચૂકવવાની સ્થિતિમાં મકાન માલિક નોટિસ આપીને કોર્ટ ઇવિક્શન માટે અરજી કરી શકશે પરંતુ તેમણે કાયદાકીય પ્રક્રિયાને અનુસરવી પડશે
ભાડૂઆતની જવાબદારી
- ભાડાની સમયસર ચૂકવણી
- પ્રોપર્ટીની સંભાળ રાખવી
- મરામત અંગે મકાનમાલિકને જાણ કરવી અને 24 કલાકની નોટિસ પર તેને પરવાનગી આપવી
- પેટા ભાડૂઆત માટે મકાનમાલિકની સહમતિ જરૂરી
- પ્રોપર્ટીના નુકસાન માટે મકાનમાલિકને નાણા ચૂકવવા પડશે


