લંડનઃ યુનિવર્સિટી ઓફ બ્રાડફોર્ડ નજીક આવેલા લેસ્ટરરિજ સ્ટુડન્ટ વિલેજમાં વર્ષ 2021માં બે એપાર્ટમેન્ટ બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળી રહેલા 58 વર્ષીય ભુપિન્દર ચૌહાણે ગેસનું બિલ ભરવાનો ઇનકાર કરી દેતાં ડઝનો સ્ટુડન્ટ કેટલાક સપ્તાહ સુધી હીટિંગ અને ગરમ પાણીથી વંચિત રહ્યાં હતાં. આ માટે ચૌહાણને 360 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષો સુધી આ કેસની સુનાવણી ચાલતાં બ્રાડફોર્ડ કાઉન્સિલને હજારો પાઉન્ડનો ખર્ચ થયો હતો. ચૌહાણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વિના ભાડૂઆતો પાસેથી સતત ભાડુ વસુલી રહ્યો હતો.


