ભારત અને બાંગ્લાદેશના હાઇ કમિશનો દ્વારા મુજિબુર રહેમાનની ફિલ્મનું સ્ક્રિનિંગ

ભારત અને બાંગ્લાદેશ દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન શ્યામ બેનેગલે કર્યું છે

Tuesday 19th December 2023 12:24 EST
 
 

લંડનઃ યુકે સ્થિત ભારત અને બાંગ્લાદેશના હાઇ કમિશનો દ્વારા સંયુક્ત રીતે લંડનના એક જાણીતા થિયેટર ખાતે બંગબંધુ મુજિબુર રહેમાનના જીવન પર આધારિત ફિલ્મ મુજિબઃ ધ મેકિંગ ઓફ નેશનનું સ્પેશિયલ સ્ક્રિનિંગ આયોજિત કરાયું હતું. 1971માં બાંગ્લાદેશની રચનાના મહાન વિજય અને ભારત તથા બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતાની ઉજવણી માટે આ સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે બ્રિટિશ બાંગ્લાદેશી, બ્રિટિશ એશિયનો તેમજ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો, રાજદ્વારીઓ, બ્રિટિશ શિક્ષણ શાસ્ત્રીઓ અને પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

આ પ્રસંગે ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથેના તેમના અંગત સંબંધો અને ફિલ્મમાં યોગદાનની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન હસીનાએ આ ફિલ્મના પ્રોજેક્ટમાં અંગત રસ દાખવ્યો હતો કારણ કે તેઓ પણ આ ઇતિહાસનો હિસ્સો છે. આ ફિલ્મ ભારત અને બાંગ્લાદેશ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાઇ છે અને તેનું દિગ્દર્શન જાણીતા ભારતીય ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે કર્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter