ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષીય મૂડીરોકાણ સંધિ પણ કરાશે

મુક્ત વેપાર કરાર પરની 10મા રાઉન્ડની મંત્રણા સમાપ્ત

Tuesday 13th June 2023 13:02 EDT
 
 

લંડનઃ ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પરની 10મા રાઉન્ડની મંત્રણા નવી દિલ્હીમાં સમાપ્ત થઇ છે. આ રાઉન્ડમાં પ્રસ્તાવિત કરારના મહત્વના પાસાઓ પર વિગતવાર ચર્ચા કરાઇ હતી. પાંચમી જૂનથી શરૂ થયેલી આ મંત્રણા પાંચ દિવસ જારી રહી હતી. ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રણામાં નોંધપાત્ર પ્રગતિ થઇછે અને આ વર્ષના અંત સુધીમાં આ કરાર પર મહોર મરાય તેવી સંભાવના છે. મુક્ત વેપાર કરારની મંત્રણામાં 26 નીતિવિષયક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. અત્યાર સુધીમાં 13 મુદ્દા પર મંત્રણા સમાપ્ત થઇ છે. અન્ય મુદ્દા પર પણ નોંધપાત્ર પ્રગતિ થઇ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, મુક્ત વેપાર કરાર ઉપરાંત બંને દેશ દ્વિપક્ષીય મૂડીરોકાણ સંધિ પર પણ કામ કરી રહ્યાં છે. મુક્ત વેપાર કરારની સાથે જ દ્વિપક્ષીય મૂડીરોકાણ સંધિ પણ કરાશે.

ભારત અને યુકે દ્વારા મુક્ત વેપાર કરાર પર જાન્યુઆરી 2021માં મંત્રણાનો પ્રારંભ કરાયો હતો. 2023ના અંત સુધીમાં આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો બંને દેશનો લક્ષ્યાંક છે. 2023ના નાણાકીય વર્ષમાં ભારતમાંથી યુકે ખાતે થતી નિકાસ 9 ટકા વધીને 11.4 બિલિયન ડોલર પર પહોંચી છે. જ્યારે યુકેમાંથી ભારતમાં આયાત 27.7 ટકા વધીને 8.9 બિલિયન ડોલર પર પહોંચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter