લંડનઃ લંડનમાં બુધવારે ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને તેમના યુકેના સમકક્ષ ડેવિડ વિલિયમ્સ વચ્ચે મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાત 24મા ઇન્ડિયા યુકે ડિફેન્સ કન્સલ્ટેટિવ ગ્રુપ મિટિંગના નેજા હેઠળ યોજાઇ હતી. મંત્રણામાં ભારત અને યુકે વચ્ચે લશ્કરી સહકાર વધારવા અને આધુનિક સંરક્ષણ ક્ષમતાઓમાં સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
ડેવિડ વિલિયન્સે લંડનમાં રાજેશ કુમાર સિંહનો આવકાર કર્યો હતો. ભારત ખાતે યુકે હાઇ કમિશનના ડિફેન્સ એડવાઇઝર કોમોડોર ક્રિસ સૌન્ડર્સે આ મુલાકાતની માહિતી આપી હતી.
ભારતના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યું હતું કે, બંને પક્ષે સંરક્ષણ સંબંધોની સમીક્ષા કરી હતી.