ભારત અને યુકે વચ્ચેની મિત્રતા આપણા યુગની યાદગાર ભાગીદારી બની રહેશેઃ સુનાક

યુકે-ઇન્ડિયા વીક બંને દેશ વચ્ચેના સંબંધોના ઘડતરમાં ઉદ્દીપક સમાનઃ બ્રિટિશ વડાપ્રધાન

Tuesday 27th June 2023 13:43 EDT
 
 

લંડનઃ આગામી યુકે-ઇન્ડિયા વીકને સમર્થન આપતા બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મને આત્મવિશ્વાસ છે કે ભારત અને યુકે વચ્ચેની ભાગીદારી આપણા યુગ માટે વ્યાખાયિત કરનારી ભાગીદારી બની રહેશે. ગયા વર્ષે આયોજિત યુકે-ઇન્ડિયા એવોર્ડ્સ ખાતે તત્કાલિન ચાન્સેલર રિશી સુનાક વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા ત્યારે તેમણે પહેલીવાર પોતાના ભારતીય મૂળ અને બ્રિટિશ ભારતીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે વાત કરી હતી.

ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જારી કરાયેલા નિવેદનાં રિશી સુનાકે આ વાર્ષિક સમારોહને લાંબાગાળાના સહયોગ અને નવા વેપાર સંબંધોના ઘડતરમાં ઉદ્દીપક તરીકે ઓળખાવ્યો હતો. ઇન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વારા આયોજિત યુકે-ઇન્ડિયા વીક બે મહાન દેશના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂતાઇ પુરી પાડે છે. બંને દેશની જનતાને ઉજ્જવળ ભવિષ્ય આપે છે. મને વિશ્વાસ છે કે આ ભાગીદારી આપણા યુગની યાદગાર ભાગીદારી બની રહેશે.યુકે-ઇન્ડિયા વીકનો પ્રારંભ લંડનના નેહરૂ સેન્ટર ખાતે યંગ લીડર્સ ફોરમની સાથે શનિવારથી થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter