ભારત ખાતેના બ્રિટિશ હાઈકમિશનર લિન્ડી કેમરનની ટૂંકસમયમાં વિદાય

યુકે ફોરેન ઓફિસના નવા પર્મેનન્ટ અંડર-સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા

Tuesday 15th September 2026 10:06 EDT
 
 

લંડનઃ ભારતમાં બ્રિટનના હાઈકમિશનર તરીકે સેવા આપી રહેલા લિન્ડી કેમરનની યુકેના ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના નવા પર્મેનન્ટ અંડર-સેક્રેટરી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ લિન્ડી કેમરન FCDOમાં પર્મેનન્ટ અંડર-સેક્રેટરીનું પદ સંભાળનારા પ્રથમ મહિલા બનશે.

કેમરને જણાવ્યું હતું કે, 1998માં સિવિલ સર્વિસમાં જોડાયા બાદ FCDO ના પર્મેનન્ટ સેક્રેટરી તરીકે આપણા કુશળ રાજદ્વારીઓનું નેતૃત્વ કરવાની તક મળવા બદલ હું અત્યંત ગૌરવ અનુભવું છું. નવા બ્રિટિશ હાઈકમિશનરની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી લિન્ડી કેમરન ભારતમાં પોતાની વર્તમાન જવાબદારીઓ સંભાળતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter