લંડનઃ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ભારત થઈને રશિયામાં કરાતી નિકાસને સલામત બનાવવા તેમજ દાણચોરીથી બચાવવા દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. યુકે દ્વારા ભારતને કરાતી નિકાસ રશિયન શસ્ત્ર-સરંજામ માટે દાણચોરીમાં વપરાય તેવી સ્થિતિને ટાળવા માટે આ નિકાસના માર્ગમાં રહેલી ખામીઓને દૂર કરી દેવાશે, જેથી રશિયન સૈન્યને સ્મગલિંગને તક ન મળે.
વડાપ્રધાન જ્હોન્સને ભારતના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે પોલેન્ડ સહિતના જે દેશો કીવને મદદરૂપ થશે તેમને યુકે સાથ આપશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન યુક્રેન તરફે ભારે આક્રોશપૂર્વક વર્તીને નિર્ણય લઈ રહ્યા છે. રશિયા જીતી ન જાય ત્યાં સુધી યુક્રેન સાથેના યુદ્ધને જારી રાખશે.
રોયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટ (Rusi)ના અહેવાલ પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જ્હોન્સને નિકાસના છીંડા બંધ કરવાની તાકીદ કરી હતી. Rusiના અહેવાલમાં દાવો કરાયો હતો કે, વ્લાદિમીર પુટિનની સરકારને શસ્ત્ર-સરંજામની દાણચોરી કરવાના મુખ્ય માર્ગોમાં એક રસ્તો ભારત પણ છે. રિપોર્ટમાં ભારત પર ડિફેન્સ એક્સપોર્ટમાં નિયંત્રણોની હિમાયત પણ કરાઈ છે. રશિયાને ટેક્નોલોજી પ્રોડક્ટ્સની નિકાસ નહિ કરવા અને રશિયાને આ ચીજો મળે તેવી કોઈ ખામી નિકાસમાર્ગમાં ન રહી જાય તે જોવા જ્હોન્સને તાકીદ કરી છે.
Rusiનો રિપોર્ટ જાહેર થવાંના ગણતરીના કલાકો અગાઉ જ બ્રિટિશ સરકારે ભારત માટે ઓપન જનરલ એક્સપોર્ટ લાયસન્સ જારી કરી નવી દિલ્હી સાથે શસ્ત્રોની નિકાસના લાયન્સની વ્યવસ્થા સરળ બનાવતી જાહેરાત કરી હતી. Rusiનો ૨૬ પાનાંનો રિપોર્ટ રશિયાની સૈન્ય પરિસ્થિતિનું બયાન કરે છે અને જેટ, મિસાઇલ તથા અન્ય હાઈટેક શસ્ત્રસરંજામ કામગીરી બજાવી શકે તે માટે સરંજામની દાણચોરી પર રશિયા નિર્ભર બનશે, એવો પશ્ચિમ આર્થિક મંજૂરીઓનો અર્થ થાય છે. અહેવાલમાં રશિયા વધારે બળવાન બને તેવી સ્થિતિની શક્યતાઓ દર્શાવાઈ છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, ઝેક રિપબ્લિક, સર્બિયા, આર્મેનિયા, કઝાકસ્તાન, ટર્કી, ભારત અને ચીન સહિતના દેશોમાં અસંખ્ય કંપનીઓ છે જે રશિયાની માંગને પહોંચી વળે તેમ છે.


