ભારત પ્રવાસમાં સેટેલાઇટ ફોન નહીં લઇ જવા બ્રિટિશ નાગરિકોને ચેતવણી

સેટેલાઇટ ફોન, લિસનિંગ ડિવાઇસ, પાવરફૂલ કેમેરા અને બાયનોક્યુલર માટે આગોતરી મંજૂરી અને લાયસન્સ જરૂરી

Tuesday 07th January 2025 09:41 EST
 
 

લંડનઃ યુકેની સરકારે ભારતની મુલાકાતે જતા બ્રિટિશ નાગરિકો માટેની ટ્રાવેલ એડવાઇઝરીમાં સુધારો કરતાં ભારતમાં લાયસન્સ વિના સેટેલાઇટ ફોનનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી છે. ભારતમાં લાયસન્સ વિના સેટેલાઇટ ફોન લઇ જવા અને તેના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ માટે ધરપકડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

ફોરેન અને કોમનવેલ્થ ઓફિસે જણાવ્યું હતું કે, ભારતમાં લિસનિંગ ડિવાઇસ, પાવરફૂલ કેમેરા અથવા બાયનોક્યુલરના ઉપયોગ માટે પણ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ પાસેથી આગોતરી પરવાનગી લેવી પડે છે. આ પ્રકારના ઇક્વિપમેન્ટ સાથે લઇ જતાં પહેલાં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનની સલાહ લેવી જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter