લંડનઃ 24 જુલાઇના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર દ્વારા હસ્તાક્ષરિત ભારત-યુકે મુક્ત વેપાર કરાર અંગેની માહિતી બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરાઇ હતી. તેમણે સંસદને કરારની પ્રિરેટિફિકેશન પ્રોસેસ અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વેપાર કરારથી બંને દેશ વચ્ચેના વેપારમાં 25.5 બિલિયન પાઉન્ડનો વધારો થશે. રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે કરારને સંસદની મંજૂરી પહેલાં ટ્રેડ એન્ડ એગ્રિકલ્ચર કમિશન, ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી અને ફૂડ સ્ટાન્ડર્ડ સ્કોટલેન્ડની મંજૂરી જરૂરી છે.


