ભારત વિરોધી હાદીના ભાઇની બાંગ્લાદેશના યુકે સ્થિત મિશનમાં નિયુક્તિ

શરિફ ઉસ્માન હાદી કટ્ટર ભારત અને હિન્દુ વિરોધી નેતા હતો

Tuesday 20th January 2026 09:23 EST
 
 

લંડનઃ બાંગ્લાદેશની મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે તાજેતરમાં બાંગ્લાદેશમાં હત્યા કરાયેલા ભારત વિરોધી નેતા શરિફ ઓસ્માન હાદીના ભાઇ માટે યુકે સ્થિત બાંગ્લાદેશી મિશનમાં ચૂપચાપ એક હોદ્દો ઊભો કરી દીધો છે. ડિસેમ્બર 2025માં હાદીની હત્યા થઇ ત્યારબાદ બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા ભારત અને હિન્દુઓ વિરુદ્ધ લાગણીઓ ભડકાવવામાં આવી હતી.

શરિફ ઓસ્માન હાદીના ભાઇ ઓમર બિન હાદીને બર્મિંગહામ સ્થિત બાંગ્લાદેશ આસિસ્ટન્ટ હાઇ કમિશન ખાતે સેકન્ડ સેક્રેટરી તરીકે 3 વર્ષની મુદત માટે નિયુક્ત કરાયો છે. ઓમરનો ભાઇ શરિફ ઓસ્માન હાદી ભારત વિરોધી નેતા હતો અને બાંગ્લાદેશમાં વર્ષ 2024માં થયેલા આંદોલનમાં ભારત વિરોધી લાગણીઓ ઉશ્કેરી હતી. જેના પગલે અવામી લીગના નેતા શેખ હસીનાને બાંગ્લાદેશનું વડાપ્રધાનપદ ત્યાગી ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter