ભારત સાથે જેટલો વધુ વેપાર કરીશું એટલો સારો છે – બ્રિટિશ ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર

આર્થિક મામલામાં ભારત અસામાન્ય કગાર પર પહોંચ્યો છે – લોર્ડ ડોમિનિક જોન્સન

Tuesday 02nd May 2023 12:46 EDT
 
 

લંડન

ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં પૂણે ખતે નવી બ્રિટિશ ટ્રએડ ઓફિસનું ઉદ્દઘાટન કરતાં યુકેના ઇન્વેસ્ટમેન્ટ મંત્રી લોર્ડ ડોમિનિક જોન્સને જણાવ્યું હતું કે, આર્થિક મામલામાં વિશ્વના ઇતિહાસમાં ભારત કોઇપણ દેશના સૌથી અસામાન્ય દાયકાની કગાર પર પહોંચ્યો છે. યુકેમાં મૂડીરોકાણ કરવા માટે ભારતના બિઝનેસ ગૃહોમાં જોવા મળતા આશાવાદથી હું ઘણો ઉત્તેજિત છું. બીજીતરફ યુકેમાં કામ કરતી ફાઇનાન્સિયલ સર્વિસ આપતી કંપનીઓ  માટે પણ ભારતમાં કેપિટલ ફનેલ બનવાની આ વિશાળ તક છે.

જોન્સને જણાવ્યું હતું કે, ભારતને તેના વિકાસ માટે મૂડી અને લિક્વિડિટીની જરૂર છે અને તે તેને ફક્ત યુનાઇટેડ કિંગડમ પૂરી પાડી શકે છે કારણ કે લંડન અને સમગ્ર યુકેની ફાઇનાન્સિયલ સર્વિસ કંપનીઓ બાકીના વિશ્વમાંથી ભારતમાં મૂડીરોકાણ પહોંચે તે માટે એક ફનેલનું કામ કરશે.

યુકેના ઇન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર દ્વારા જારી કરાયેલી સત્તાવાર અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય બજાર યુકે માટે અગત્યની પ્રાથમિકતા છે અને જોન્સનની મુલાકાત બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચાલી રહેલી મંત્રણાઓને વધુ વેગ આપશે. અત્યાર સુધીમાં મુક્ત વેપાર કરાર પર બંને દેશ વચ્ચે 9 રાઉન્ડની મંત્રણા યોજાઇ ચૂકી છે.

બંને દેશ વચ્ચેની મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ અંગેના એક સવાલ પર લોર્ડ જોન્સને જણાવ્યું હતું કે, હું આ મંત્રણાઓ સાથે સંકળાયેલો નથી પરંતુ હું માનું છું કે અમે ભારત સાથે જેટલો વધુ વેપાર કરીશું એટલો સારો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter