લંડનઃ પહલગામ આતંકવાદી હુમલા પહેલાં અને ત્યારબાદ પાકિસ્તાની સેનાધ્યક્ષ દ્વારા કરાયેલા નિવેદનોએ વ્યાપક વિવાદોને જન્મ આપ્યો છે. હવે એવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ મધ્યે જનરલ અસિમ મુનિરે તેમના પરિવારજનોને યુકે રવાના કરી દીધાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાના ઘણા અધિકારીઓએ પણ તેમના પરિવારોને પ્રાઇવેટ એરક્રાફ્ટમાં યુકે અને ન્યૂ જર્સી મોકલી દીધાં છે. તેના પગલે પાકિસ્તાની લશ્કરી નેતૃત્વમાં પ્રવર્તી રહેલી કટોકટીને લગતી અફવાઓને વધુ વેગ મળ્યો છે. એવા પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે કે ભારત સાથે યુદ્ધના ભયે મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકો સેના છોડી રહ્યાં છે.