લંડનઃ યુકે-ઇન્ડિયા બિઝનેસના સ્થાપક-અધ્યક્ષ લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું છે કે ભારત હવે વિકસિત દેશો માટે આઉટસોર્સિંગનું સ્થળ રહ્યો નથી. ભારત અને યુકે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં એકબીજાની મદદ કરી શકે છે.
નવી દિલ્હીમાં કૌટિલ્ય ઇકોનોમિક કોન્કલેવ 2025માં ભાગ લેતાં લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, ભારત યુકે સાથે ભાગીદારી કરીને વિશેષ કરીને ડિફેન્સ સેક્ટરમાં લાભ પ્રાપ્ત કરી શકે છે. બંને દેશ વચ્ચેનો વેપાર કરાર ભારત અને યુકેને વિવિધ સેક્ટરોમાં સાથે મળીને કામ કરવામાં મદદ કરશે. બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતમાં તેમના કેમ્પસ સ્થાપવા આતુર છે.
તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ ટ્રેડમાં બંને દેશ માટે વિપુલ તકો રહેલી છે. ડિજિટલ સેક્ટરમાં વિકસિત ભારત સાથે યુકે ભાગીદારી કરી શકે છે. ભારત પાસે ડિજિટલ આઇડી છે, પોતાની પેમેન્ટ સિસ્ટમ છે જેનો લાભ યુકે ઉઠાવી શકે છે.


