ભારત હીરા ઝવેરાત નહીં પરંતુ પહેલા તો હસ્તપ્રતો પરત મેળવવા પ્રયાસ કરશે

દ્વિપક્ષીય સહકાર અને ભાગીદારી દ્વારા કલાકૃતિઓ પરત મેળવવા પ્રક્રિયાનો પ્રારંભ

Tuesday 23rd May 2023 13:41 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સંસ્થાનવાદના સમયગાળામાં ભારતમાંથી બ્રિટન લઇ જવાયેલા હીરા અને હજારો કલાકૃતિઓ પરત મેળવવા માટે ભારત સરકારે રાજદ્વારીઓ અને મંત્રીઓને કામે લગાડ્યા છે તેવા અખબારી અહેવાલોને ભારત સરકારે આમ તો રદિયો આપ્યો છે પરંતુ ભારત સરકારના જએક પ્રતિનિધિએ જણાવ્યું છે કે નવી દિલ્હી સૌથી પહેલાં તો સંસ્થાનવાદના સમયગાળામાં બ્રિટન લઇ જવાયેલી હસ્તપ્રતો પરત મેળવવા પર ચર્ચા શરૂ કરવા માગે છે.

નામ નહીં આપવાની શરતે આ પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ભારતના સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ ગોવિંદ મોહન અત્યારે તો ફક્ત હસ્તપ્રતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ભારત સરકારે સંસ્થાનવાદના યુગમાં લૂંટ અથવા તો બળજબરીથી લઇ જવાયેલી કલાકૃતિઓ પરત મેળવવા વિવિધ દેશોનો સંપર્ક શરૂ કર્યો છે. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ અંતર્ગત દ્વિપક્ષીય સહકાર અને ભાગીદારીના માધ્યમથી આ કલાકૃતિઓ પરત મેળવવાની પ્રક્રિયાની આશા રાખી રહી છે.

ભારત સરકારના આ પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, સરકારે બ્રિટન પાસેથી તેના વારસાને પરત મેળવવા માટે મંત્રીસ્તરે અને રાજદ્વારી સ્તરે પ્રયાસ શરૂ કર્યા હોવાના અહેવાલો પાયાવિહોણા છે. ભારત આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સહકાર સાધીને કામ કરવા પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter