ભારતના ઉ.પ્ર.ના ડેપ્યુટી સીએમ સહિતના પ્રતિનિધિમંડળને યુકેના વિઝા ન અપાયા

Tuesday 03rd March 2026 11:56 EST
 

લંડનઃ ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને યુકેએ વિઝા આપવાનો ઇનકાર કરી દેતાં તેમને જર્મનીથી પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફરવાની ફરજ પડી હતી. આઇટી મિનિસ્ટર સુનિલ શર્માના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળમાં સામેલ મૌર્ય જર્મનીથી યુકેની મુલાકાતે આવવાના હતા પરંતુ આખા પ્રતિનિધિમંડળને યુકેનો વિઝા જારી કરાયો નહોતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રતિનિધિમંડળે યુકેના વિઝા માટે જરૂરી એવું ભારત સરકારનું નો ઓબ્જેક્શન સર્ટિ મેળવ્યું નહોતું તેના કારણે તેને યુકેનો વિઝા આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. જેના પગલે હવે આખું પ્રતિનિધિમંડળ જર્મનીથી ભારત પરત ફરી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter