ભારતના ઘડવૈયા વલ્લભભાઈ પટેલને ૬૫મી પુણ્યતિથિએ શ્રધ્ધાંજલિ

Tuesday 06th December 2016 12:51 EST
 
 

ભારતની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપનાર અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૬૫મી પુણ્યતિથિએ આગામી તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૬ ગુરૂવારના રોજ આવી રહી છે.

દુનિયાભરમાં સરદારના નામથી અોળખાતા વલલ્ભભાઇ પટેલે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણ કર્યું હતું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડે સૈન્યબળ વાપરવાની તૈયારીને કારણે ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમાવેશ થઇ શક્યો હતો. આજે ભારતનું સમગ્ર તંત્ર જેના પર ચાલે છે તે સિવિલ સર્વિસીસની રચના પણ સરદારે જ કરીહતી અને તેને કારણે સરદાર 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. આજે ભલે સમગ્ર વિશ્વમાં મુક્ત વ્યાપારની બોલબાલા હોય પરંતુ ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક સરદાર હતા.

આપણા સરદાર લંડનની જ મિડલ ટેમ્પલ ઈન્નમાં કાનુનનો અભ્યાસ કર્યો હતો અને આ પુણ્યતિથી આપણા સૌ માટે સોનેરી અવસર છે સરદારને અંજલિ આપવાનો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter