ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ ચૌહાણ બ્રિટનની ઐતિહાસિક મુલાકાતે

સંરક્ષણ ક્ષેત્રે ભારત અને યુકે વચ્ચે નવા યુગનો પ્રારંભ

Tuesday 21st April 2026 12:30 EDT
 
 

લંડન: બ્રિટન અને ભારત વચ્ચેના સૈન્ય સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ 19 એપ્રિલથી બ્રિટનની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. આ કોઈપણ ભારતીય સીડીએસની પ્રથમ બ્રિટન મુલાકાત છે. જે બંને વૈશ્વિક શક્તિઓ વચ્ચેના વધતા વિશ્વાસ અને મહત્વકાંક્ષાનું પ્રતીક છે.

જનરલ ચૌહાણ તેમની મુલાકાત દરમિયાન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ રેડીનેસ લૂક પોલાર્ડ, મિનિસ્ટર ઓફઉ સ્ટેટ ઇન્ડો પેસિફિક સીમા મલ્હોત્રા સહિત બ્રિટિશ સંરક્ષણ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને વરિષ્ઠ સૈન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત, તેઓ રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝની પણ મુલાકાત લઇ વિવિધ દેશોના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.

બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરને આ મુલાકાતને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે, ભારત બ્રિટનનો મુખ્ય સંરક્ષણ ભાગીદાર છે. અમે સંયુક્ત તાલીમ અને સંરક્ષણ ઉદ્યોગમાં સહયોગ દ્વારા વધુ ઝડપથી એકબીજાની નજીક આવી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter