ભારતના દેશી દારૂ મહુડા અને ગોવન કાજુ ફેનીનું બ્રિટનમાં સત્તાવાર આગમન

Tuesday 21st April 2026 12:34 EDT
 
 

લંડન: ભારતના દેશી દારૂ મહુડા અને ગોવન કાજુ ફેનીને યુકેના બજારમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યા છે, જે લંડનના પ્રીમિયમ બાર અને રિટેલ સ્ટોર્સમાં ઉપલબ્ધ થશે. ભારતમાં આદિવાસીઓ દ્વારા સદીઓથી મહુડાના ફૂલમાંથી દારૂ બનાવવામાં આવે છે જ્યારે ગોવાની કાજુ ફેનીને પહેલેથી જ ભારતમાં જીઆઇ ટેગ મળેલો છે. હવે કાઝુલો બ્રાન્ડ અંતર્ગત તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવામાં આવી રહી છે.

લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં આ પીણાંઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય રાજદ્વારીઓએ આ પહેલને મેક ઇન ઇન્ડિયા અને ભારતીય કળા-સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે લઈ જવાનું એક મહત્વનું પગલું ગણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter