કુલુઃ ભારતના ધરમશાલા નજીકના દૌલાધાર પર્વતોમાં મિત્ર સાથે ટ્રેકિંગ દરમિયાન ઇજા થયા બાદ બ્રિટિશ પર્યટક થોમસ હેરીનું મોત થયું હતું. થોમસ હેરી અને રોબર્ટ જ્હોન એમર્ટન નામના બંને બ્રિટિશ પ્રવાસી શિયાળામાં પર્વતમાળામાં ટ્રેકિંગ પર કુલુ પ્રશાસન દ્વારા મૂકાયેલા પ્રતિબંધથી અજાણ હતાં. બંને પ્રવાસી 14 ફેબ્રુઆરીએ ધરમશાલા પહોંચ્યા હતા અને 16 ફેબ્રુઆરીના રોજ ધરમકોટથી ત્રિઉન્ડ સુધી ટ્રેકિંગનો પ્રારંભ કર્યો હતો. જ દરમિયાન ખીણમાં લપસી જતાં થોમસને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

