લંડનઃ એર ઇન્ડિયા ક્રેશની તપાસ કરી રહેલા ભારતનું એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની પારદર્શિતા પર ભારતના પાયલટ એસોસિએશને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભારતના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ભારતનું એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો માત્ર એક વચગાળાનો રિપોર્ટ જ રજૂ કરશે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સના પ્રમુખ ચરણવીર રંધાવાએ જણાવ્યું હતું કે, મને હવે બહુ ભરોસો રહ્યો નથી. પ્રામાણિકતાથી કહું તો તેમની તપાસમાં બિલકુલ પારદર્શિતા નથી.
ફેડરેશને મે મહિનામાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને ઇલેક્ટ્રિકલ ફેઇલ્યોરની શક્યતાઓની ઊંડી તપાસ કરવા માંગ કરી છે. રંધાવાએ ઉમેર્યું હતું કે, જો તપાસમાં એક વર્ષથી વધુ સમય લાગતો હોય તો તેમણે સ્પષ્ટપણે સ્વીકારવું જોઈએ.

