લંડન
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે સોમવારે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબે ખાતે આયોજિત ક્વીન એલિઝાબેથ બીજાના સ્ટેટ ફ્યુનરલમાં હાજરી આપી હતી. તેઓ શનિવારે બ્રિટનની 3 દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ વેસ્ટમિન્સટર હોલ ખાતે મૂકાયેલા મહારાણીના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ અર્પવા પહોંચ્યા હતા. રવિવારે કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા બકિંગહામ પેલેસમાં આયોજિત વૈશ્વિક નેતાઓ માટેના બેન્ક્વેટમાં હાજરી આપી હતી અને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી હતી. તેમણે પેલેસની બાજુમાં આવેલા લેન્કેસ્ટર હાઉસ ખાતે મહારાણીની કોન્ડોલન્સ બુકમાં હસ્તાક્ષર કર્યાં હતાં. રાષ્ટ્રપતિ મુર્મુએ મહારાણીના ફ્યુનરલ પ્રસંગે બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના અ તાન્ઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહુ સાથે મુલાકાત કરી હતી.


