ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એન્ડી બર્નહામને અભિનંદન પાઠવ્યા

ભારત-યુકે સંબંધો વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

Wednesday 29th July 2026 09:32 EDT
 

લંડનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના નવા વડાપ્રધાન તરીકે હોદ્દો સંભાળવા બદલ એન્ડી બર્નહામને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન તરીકે પદભાર ગ્રહણ કરવા બદલ એન્ડી બર્નહામને મારા હાર્દિક અભિનંદન. ભારત અને યુકે સહિયારા લોકશાહી મૂલ્યોથી જોડાયેલા છે તથા વેપાર, રોકાણ, ટેકનોલોજી, સંરક્ષણ અને જનસંપર્ક જેવા ક્ષેત્રોમાં ગાઢ સહકાર ધરાવે છે.

મોદીએ આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ મહિને અમલમાં આવેલા વેપાર કરારની સાથે જ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. હું ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને આપણા સહિયારા 'વિઝન 2035'ને આગળ ધપાવવા માટે તમારી સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter