લંડનઃ ભારત અને યુકે વચ્ચે સંબંધો વધુ મજબૂત બનાવવા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી ગયા સપ્તાહમાં લંડન આવી પહોંચ્યા હતા. ભારતીય હાઇ કમિશને જણાવ્યું હતું કે, બંને દેશના વડાપ્રધાનો વચ્ચેની તાજેતરની મુલાકાતો બાદ મિસરીની આ મુલાકાત સંબંધોને નવી ઊંચાઇ પર લઇ જવાના લક્ષ્યાંક સાથે આયોજિત કરાઇ છે.

