લંડનઃ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓપિસે ભારતની મુલાકાતે જતા બ્રિટિશ નાગરિકોને સાવધાની રાખવાની ચેતવણી આપી છે. આગામી મહિનાથી ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. ઓફિસે જણાવ્યું છે કે આ સમયગાળામાં ભારતમાં હડતાળો, રાજકીય રેલીઓ અને દેખાવોનું આયોજન થઇ શકે છે તેથી હિંસા થાય તો કરફ્યુ લદાવાની અને મોબાઇલ તથા ઇન્ટરનેટ નેટવર્ક કવરેજ બંધ થઇ શકે છે.


