લંડનઃ ભારત સરકારના વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા નોટિફાય કરાયેલી સ્કીમો અંતર્ગત ભારતની મુલાકાત લેતા એનઆરઆઇ પ્રોફેશનલ્સને વિદેશમાં થતી આવક પર પાંચ વર્ષ સુધી કરવેરામાં છૂટછાટ આપવાનો પ્રસ્તાવ મૂકાયો છે. આ પ્રસ્તાવનો હેતૂ ભારત બહારની આવક પર કરવેરામાં નિશ્ચિતતા ઓફર કરીને ગ્લોબલ ટેલેન્ટને આકર્ષવાનો છે.
પ્રસ્તાવ અનુસાર ટેક્સ એક્ઝમ્પટ સ્ટેટસનો પ્રારંભ રેન્ડરિંગ સર્વિસ માટે ભારતની પહેલી મુલાકાતના વર્ષથી શરૂ થશે. આ જોગવાઇ ફક્ત ભારત બહારની આવક પર જ લાગુ થશે. આ જોગવાઇનો લાભ એવા એનઆરઆઇને અપાશે જેઓ છેલ્લા પાંચ વર્ષથી એનઆરઆઇ છે અને પહેલીવખત ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.


