લંડનઃ ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે યુકે સાથેના મુક્ત વેપાર કરારની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વેપાર કરાર ભારતની શરતો મુજબ કરાયો છે. આ કરાર અત્યંત મહત્વનો અને ગેમ ચેન્જર સાબિત થશે. ભારતની 99 ટકા નિકાસ યુકેમાં ડ્યુટી ફ્રી બનશે.
ગોયલે જણાવ્યું હતું કે, આ કરારથી ભારતના ખેડૂતો, બિઝનેસમેન, એમએસએમઈ સેક્ટર, યુવાઓ અને માછીમારોને વિપુલ તકો પ્રાપ્ત થશે. આ કરારનો દાયરો અત્યંત વ્યાપક છે. મહત્વની વાત એ છે કે ભારતની શરતો અનુસાર આ કરાર કરાયો છે.