ભારતને સુરક્ષિત દેશની યાદીમાં સામેલ કરતા પ્રસ્તાવને સંસદીય સમિતિની મંજૂરી

Tuesday 16th January 2024 12:43 EST
 

લંડનઃ યુકે જેને સુરક્ષિત માને છે તેવા દેશોની યાદીમાં ભારતને સામેલ કરવાના પ્રસ્તાવને સંસદીય સમિતિ દ્વારા પસાર કરી દેવાયો છે. હવે આ પ્રસ્તાવ હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સમાં રજૂ કરાશે. સમિતિમાં સામેલ કેટલાંક સાંસદોએ આ પ્રસ્તાવનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે ભારત સુરક્ષિત દેશ નથી. બ્રિટિશ સંસદ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવાશે તો ભારતીય નાગરિકો યુકેમાં રાજ્યાશ્રયની માગ કરી શકશે નહીં કે માનવ અધિકારના દાવા પણ કરી શકશે નહીં.

સંસદીય સમિતિમાં ભારત અને જ્યોર્જિયાને સુરક્ષિત દેશની યાદીમાં સામેલ કરવાના પ્રસ્તાવને 9 વિરુદ્ધ 2થી પસાર કરાયો હતો. આ યાદીમાં આલ્બેનિયા, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ અને યુરોપિયન સંઘના દેશો સામેલ છે. હવે સરકાર આ પ્રસ્તાવને સંસદના બંને ગૃહમાં રજૂ કરશે. સંસદમાં આ પ્રસ્તાવ પર કોઇ ચર્ચા નહીં થાય પરંતુ સીધું મતદાન થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter