હેડિંગઃ
લંડનઃ આધુનિક સુવિધાઓ માટે માનવીએ શહેરોમાં જમીનને એટલી પોલી અને બોદી બનાવી દીધી છે કે તે ગમે ત્યારે ગમે ત્યાં ધસી પડે છે. ભારતના શહેરોમાં આ પ્રકારના ભૂવાની કોઇ નવાઇ નથી પરંતુ બ્રિટનમાં પણ ભૂવા પડે છે. સરેની એક સડક પર મોટો ભૂવો પડતાં કાઉન્સિલને મેજર ઇન્સિડેન્ટ જાહેર કરવો પડ્યો હતો. ગોડસ્ટોન હાઇસ્ટ્રીટ પરનો આ ભૂવો 20 મીટર લાંબો છે.