લંડનઃ ભારતના ફોરેન ઇન્વેસ્ટમેન્ટ નિયમોને ધ્યાનમાં રાખીને બીબીસી ભારતમાંની તેની કામગીરીની પુનઃરચના કરી રહી છે. આ માટે સંપુર્ણપણે ભારતીય માલિકીની કંપનીની રચના માટે ચાર કર્મચારીઓ બીબીસીમાંથી છૂટા થશે જેથી બીબીસીની 6 ભારતીય ભાષાની સેવાઓ માટે કલેક્ટિવ ન્યૂઝરૂમની રચના કરી શકાય. ભારતમાં બીબીસીના અંગ્રેજી ભાષામાં રિપોર્ટિંગની કામગીરી બીબીસી પાસે રહેશે. 2023માં ભારતના આવકવેરા વિભાગ દ્વાર બીબીસીની કચેરીઓ પર પડાયેલા દરોડા બાદ આ નિર્ણય લેવાયો છે.


